Pages

Saturday, September 11, 2021

વેક્સિનેશન:20 દિવસમાં ગુજરાતમાં 100%ને રસીનો પહેલો ડોઝ આપી દેવાશે.

 


  • 1.રાજ્ય સરકારે તમામ તૈયારીઓ સાથે ટાર્ગેટ નક્કી કર્યો.
  • 2.ડિસેમ્બર સુધીમાં તમામને બન્ને ડોઝ આપી દેવાની તૈયારી.
  • ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ આ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં તમામ યોગ્યતા ધરાવતાં નાગરિકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ અપાઇ જાય તેવાં લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. હાલ ગુજરાતમાં 3.80 કરોડ જેટલાં લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે 1.40 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ મળી ગયાં છે. રસી મેળવવા પાત્ર વસ્તીની સંખ્યા ગુજરાતમાં 4.90 કરોડ જેટલી થવા જાય છે. હાલ ગુજરાતમાં લગભગ 78 ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે, જ્યારે રસીના બન્ને ડોઝ પ્રાપ્ત કરી ચૂક્યાં હોય તેવાં 28 ટકા લોકો છે.

    આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે રાજ્યોને પ્રથમ ડોઝના 100 રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા માટે કહ્યું છે અન ગુજરાત સરકાર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં સંપૂર્ણ વસ્તીને પ્રથમ ડોઝ આપી ચૂકેલું રાજ્ય બની ગયું હશે. અમે હાલ રસી માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી આરંભી છે. અમારું લક્ષ્યાંક છે કે આ વર્ષના અંત સુધીમાં અમે ગુજરાતની સંપૂર્ણ વસ્તીને રસીના બન્ને ડોઝ હેઠળ આવરી લીધી હશે.

    રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ કેટલાંક ગ્રામીણ અને શહેરી સ્લમ વિસ્તારો એવાં છે જ્યાં રસી લેવા સામે લોકો પ્રતિકાર કરી રહ્યા છે અથવા તેઓ રસીકરણ કેન્દ્રો સુધી આવતાં નથી. આગામી સમયમાં અમે આવાં વિસ્તારોમાં આરોગ્યકર્મીઓને મોકલી કેમ્પ કરાવીને ત્યાં સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં 7,100 ગામોને સંપૂર્ણ પ્રથમ ડોઝનું રસીકરણ ધરાવતાં ગામો તરીકે જાહેર કરવામાં આવશે. એક સપ્તાહ સુધી જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયેલું છે ત્યાં સંપૂર્ણ રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

    ભારત સરકારની સૂચના અનુસાર હવે આરોગ્ય વિભાગ માનસિક રોગ કે માનસિક વિકલાંગતા ધરાવતાં દર્દીઓને પણ રસીકણ હેઠળ આવરી લેવા માટે પરામર્શ કરી રહ્યો છે. આગામી દિવસોમાં આ તમામ લોકોને પણ રસીનો પ્રથમ ડોઝ અપાઇ જાય તે હેતુથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.


No comments:

Post a Comment