Pages

Showing posts with label gujrat. Show all posts
Showing posts with label gujrat. Show all posts

Saturday, September 11, 2021

રાજકીય હલચલ LIVE:રૂપાણી જાય છે? રાજભવન પહોંચ્યા મુખ્યમંત્રી, કમલમમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠકોનો દોર, સરદારધામના કાર્યક્રમ પછી સીધા રાજભવન.

 



  • નીતિન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે પહોંચ્યા
  • મંત્રીઓના કાર્યક્રમો રદ કરીને ગાંધીનગર તેડાવ્યા
  • આજે ગુજરાતમાં રાજકીય નવાજૂનીના એંધાણ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં આજે રાષ્ટ્રીય નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કમલમ્ ખાતે રાષ્ટ્રીય નેતાઓની બેઠક ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, પાર્ટીનો આભાર માન્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું

    ગુજરાત ભાજપમાં હલચલ તેજ
    ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

    એકાએક કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમદાવાદ આવ્યા હતા
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવાર ના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું.તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.


Read More »